કેટલેક અંશે નવું લાગે એવું આ નાળિયેરના દૂધનું અને મગફળીનું સંયોજન એક સંપૂર્ણ સૂપ છે, જેમાં કાકડી અને ટમેટાનો પણ ઉમેરો કરવામાં આવ્યું છે. થોડું જીરૂ, લીલા મરચાં અને તાજી કોથમીર આ નાળિયેર અને મગફળીના સૂપની ખુશ્બુ વધારે છે, જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે.
Coco Peanut Soup recipe - How to make Coco Peanut Soup in gujarati
Method- એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને ચણાનો લોટ મિક્સ કરીને સારી રીતે ફીણી લો ને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહી જાય.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં નાળિયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં કાકડી, ટમેટા, મગફળી, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ ગરમ પીરસો.