નાળિયેરની ચટણી - Coconut Chutney ( Idlis and Dosas)

Coconut Chutney  ( Idlis and Dosas) recipe In Gujarati

This recipe has been viewed 5098 timesનાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય.

જો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ સાથે પીરસી શકો.

આ ચટણીમાં તમે તમને ગમતા સ્વાદ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકો છો, અને તેમાં થોડું ખટ્ટાશપણું લાવવા માટે બી કાઢેલી આમલી અથવા ૧ ટીસ્પૂન આમલીના પલ્પનો ઉપયોગ કરી શકો છો.

Coconut Chutney ( Idlis and Dosas) recipe - How to make Coconut Chutney ( Idlis and Dosas) in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ ખમણેલું નાળિયેર
નાના લીલા મરચાં , સમારેલા
૧ ટીસ્પૂન ખમણેલું આદૂ
૧ ટેબલસ્પૂન દાળિયા
મીઠું , સ્વાદાનુસાર

વઘાર માટે
૧/૨ ટીસ્પૂન રાઇ
લાલ મરચો , ટુકડા કરેલા
૨ to ૩ કડી પત્તા
૧ ટીસ્પૂન તેલ
કાર્યવાહી
    Method
  1. એક મિક્સરમાં ખમણેલું નાળિયેર, લીલા મરચાં, આદૂ, દાળીયા અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  2. હવે વઘાર માટે, તેલ ગરમ કરી તેમાં રાઇ, લાલ મરચાં અને કડી પત્તા મેળવી સતત હલાવતા રહો જ્યાં સુધી દાણા તતડવા માંડે. આમ તૈયાર થયેલા આ વઘારને ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  3. તેને રેફ્રિજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેના ઉપયોગ કરો.

Reviews