નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો - Coconut Pachadi / Coconut Raita

Coconut Pachadi / Coconut Raita recipe In Gujarati

This recipe has been viewed 1790 timesજો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં રજૂ કરી છે એક સ્વાદિષ્ટ પચડી જે નાળિયેર અને દહીં તથા આદૂ અને મરચાં સાથે તમને ગમી જાય એવો સૌમ્ય સ્વાદ અને નાળિયેરની મધુર ખુશ્બુ ધરાવે છે. યાદ રાખો કે બધી વસ્તુઓ તૈયાર કરી જ્યારે પીરસવાનો સમય થાય ત્યારે જ મિક્સ કરવી, જેથી તે ઘટ્ટ અને મલાઇદાર બની રહે.

નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો - Coconut Pachadi / Coconut Raita recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર
૩/૪ કપ જેરી લીધેલું તાજું દહીં
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
૫ to ૬ કડી પત્તા
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં નાળિયેર, દહીં, લીલા મરચાં, આદૂ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. એક નાના નૉન-સ્ટીક પૅનમાં ૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. આમ તૈયાર થયેલા વઘારને નાળિયેર-દહીંના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણને ઠંડું થવા ઓછામાં ઓછો એક કલાક રેફ્રીજરેટરમાં રાખો.
  6. ઠંડુ પીરસો.

Reviews