ચોખાની વાનગી બનાવવા ચોખાની સાથે મેળવેલી કોઇ એકાદેક વસ્તુ વડે જ તેની ઓળખ બની જાય છે, જેમ કે લીંબુવાળા ભાત, આમલીવાળા ભાત, કાચી કેરીવાળા ભાત કે પછી નાળિયેરના ભાત. આ દક્ષિણ ભારતમાં પુલાવ કરતાં પણ વધુ પ્રખ્યાત ગણાય છે. આ બધી વાનગીઓની અનોખી સુવાસ જ ભાતની બીજી વાનગીઓ કરતાં તેને અલગ પાડે છે. અહીં પણ મજાના નાળિયેરના ભાતની વાનગીને પારંપારિક રાઇ તથા દાળના વઘાર વડે તૈયાર કરવામાં આવ્યા છે, જે તમને નાળિયેરના સ્વાદનો એવો ચટકો લગાડે છે કે તે તમારૂં ભાવતું ભોજન બની જશે અને તમે ધરાઇને ખાશો. આ વાનગીમાં તમને તલનો ઉપયોગ ન કરવો હોય તો પણ વાંધો નથી. પણ જો તમે તેમાં તલ ઉમેરશો તો આ ભાત વધુ સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનશે. શેકેલા કાજૂ તેમાં ઉમેરવાથી તે આ વાનગીને વધુ કરકરો સ્વાદ આપે છે. દક્ષિણ ભારતીયના પ્રખ્યાત શાક અવીઅલ અને કેબેજ પોરીયલ પણ તમે જરૂરથી અજમાવજો.
નાળિયેરના ભાત - Coconut Rice, South Indian Coconut Rice recipe in Gujarati
Method- એક નાના પૅનને ગરમ કરી તેમાં તલ નાંખીને મધ્યમ તાપ પર તલને ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સૂકા શેકી લો.
- તે પછી તેને સંપૂર્ણ ઠંડા થવા દો.
- જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી કરકરો પાવડર બનાવી બાજુ પર રાખો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાજૂ મેળવીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લીધા પછી કઢાઇમાંથી કાઢી બાજુ પર રાખો.
- એ જ કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ અને ચણાની દાળ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં રાઇ, જીરૂ, લાલ કાશ્મીરી મરચાં, કડી પત્તા અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો તલનો પાવડર, લીલા મરચાં, ખમણેલું નાળિયેર, ભાત અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કાજૂ વડે સજાવીને ગરમ-ગરમ પીરસો.