કોલ્ડ કોફી ની રેસીપી - Cold Coffee Recipe, Frothy Cold Coffee Recipe

Cold Coffee Recipe, Frothy Cold Coffee Recipe In Gujarati

This recipe has been viewed 1442 timesકોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજરને લલચાવતું ચોકલેટ સૉસનું શણગાર આંતરરાષ્ટ્રીય પસંદ પામેલી કોલ્ડ કોફીની લાક્ષણિક્તા છે અને તેનો કોઇ પણ પ્રતિકાર કરી શકે એમ નથી. આ કોફીમાં મલાઇદાર દૂધનો ઉપયોગ કરવો, જેથી તે ઘટ્ટ બને અને તેને બ્લેન્ડરમાં સારી રીતે મિક્સ કરી ફીણદાર બનાવશો ત્યારે જ તમને સાચી કોલ્ડ કોફીનો અહેસાસ મળશે.

અહીં અમે તમને પારંપારિક રીતે કોલ્ડ કોફી તૈયાર કરવાની રીત રજૂ કરી છે અને સાથે આકર્ષક રીતે ગ્લાસમાં ચોકલેટ સૉસ વડે એક અલગ ડીઝાઇન બનાવવાની રીત પણ રજૂ કરી છે.

Cold Coffee Recipe, Frothy Cold Coffee Recipe recipe - How to make Cold Coffee Recipe, Frothy Cold Coffee Recipe in gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે
૪ ટેબલસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર
૪ કપ ઠંડું મલાઇદાર દૂધ
૩/૪ કપ પીસેલી સાકર
૫ to ૬ બરફના ટુકડા
ચોકલેટ સૉસ , સજાવવા માટે
૪ ટીસ્પૂન ચોકલેટ સૉસ
કાર્યવાહી
    Method
  1. કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે, એક નાના બાઉલમાં કોફી પાવડર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. હવે મિક્સરની જારમાં દૂધ, કોફી-પાણીનું મિશ્રણ, સાકર અને બરફના ટુકડા મિક્સ કરીને પીસીને સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
  3. હવે એક લાંબો ગ્લાસ લઇ તેને થોડું નમાવીને તેમાં ચોકલેટ સૉસ ગ્લાસની બાજુ પર રેડીને ગ્લાસને ગોળ-ગોળ ફેરવતા રહો જેથી તેમાં એક અલગ ડીઝાઇન બની જાય.
  4. તે પછી તે ગ્લાસના તળિયામાં ૧ ટીસ્પૂન ચોકલેટ સૉસ રેડો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૫ ગ્લાસ તૈયાર કરો.
  6. હવે તૈયાર કરેલી કોલ્ડ કોફી તૈયાર કરેલા ૬ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  7. તરત જ પીરસો.

Reviews