You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > ઝટ-પટ ચોખાની વાનગીઓ > મકાઇ મેથીનો પુલાવ મકાઇ મેથીનો પુલાવ - Corn Methi Pulao તરલા દલાલ Post A comment 19 Dec 2016 This recipe has been viewed 2086 times Corn Methi Pulao - Read in English Corn Methi Pulao Video by Tarla Dalal મકાઇની મીઠાશ અને મેથીની કડવાસ આ પુલાવમાં એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. સાદા મસાલાનો ઉપયોગ કરીને આ મકાઇ મેથીના પુલાવને કુકરમાં એકદમ ઝટપટ તૈયાર કરી શકાય છે. મકાઇ મેથીનો પુલાવ - Corn Methi Pulao recipe in Gujarati Tags પુલાવઝટ-પટ ચોખાની વાનગીઓપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિપ્રેશર કૂકરમાં બનતા ભાતની રેસિપિપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઝટ-પટ ચોખાના વ્યંજનમુસાફરી માટે ભાત રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ મીઠી મકાઇના દાણા૩/૪ કપ સમારેલી મેથીની ભાજી૧ કપ બાસમતી ચોખા , ધોઇને નીતારી લીધેલા૧ ટેબલસ્પૂન માખણ૧ ટેબલસ્પૂન તેલ૨ to ૪ કાળા મરી૧૨ મિલીમીટર (૧/૨”) નો તજનો ટુકડો૨ લવિંગ૨ એલચી૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા મીઠું , સ્વાદાનુસાર૧/૪ ટીસ્પૂન હળદર૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાંપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં માખણ અને તેલ ગરમ કરી તેમાં મરી, તજ, લવિંગ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૧/૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લોપછી તેમાં મેથીની ભાજી અને મકાઇના દાણા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ચોખા અને ૨ કપ ગરમ પાણી, મીઠું, હળદર અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.