મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ - Corn, Tomato and Spinach Soup

Corn, Tomato and Spinach Soup recipe In Gujarati

This recipe has been viewed 3132 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Corn, Tomato and Spinach Soup - Read in English 


કુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન એટલે આ રંગીન અને ખુશ્બુદાર સૂપ. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબીત થાય છે જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે, જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ - Corn, Tomato and Spinach Soup recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ છીણેલી મીઠી મકાઇ
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન પીળી મગની દાળ
૧ ટેબલસ્પૂન માખણ
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
મીઠું, સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન કોર્નફલોર, ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં મકાઇના દાણા, પીળી મગની દાળ અને ૨ ૧/૨ કપ પાણી મેળવી કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં તૈયાર કરેલું કોર્ન-મગની દાળનું મિશ્રણ, ૧/૪ કપ પાણી, ટમેટા, પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. પછી તેમાં કોર્નફલોરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં લીંબુનો રસ અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. ગરમ ગરમ પીરસો.

Reviews