મકાઇ અને કોથમીરની પાનકી - Corn and Coriander Panki

Corn and Coriander Panki recipe In Gujarati

This recipe has been viewed 2642 times

Corn and Coriander Panki - Read in English 


જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ મકાઇ અને કોથમીરની પાનકી નાસ્તા માટેની મજેદાર વાનગી બનાવવા જેવી છે. કોથમીર અને લીલા મરચાંનું મિશ્રણ તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. આ પાનકીને જ્યારે કેળાના પાનમાં વીટાળીને બનાવવામાં આવે છે ત્યારે એની ખુશ્બુ અકબંધ રહે છે. આ પાનકીને ગરમ ગરમ પીરસો.

Corn and Coriander Panki recipe - How to make Corn and Coriander Panki in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮પાનકી માટે
મને બતાવો પાનકી

ઘટકો
૧ કપ ખમણેલી તાજી મકાઇ
૩/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન રવો
૧/૪ કપ ચણાનો લોટ
૧૬ કેળના પાન (દરેક ૫” વ્યાસના ગોળાકારમાં કાપેલા)
તેલ , ચોપડવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
  Method
 1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 2. કેળના પાનની એક બાજુ પર તેલ ચોપડીને તેને બાજુ પર રાખો.
 3. હવે એક કેળના પાનની તેલ ચોપડેલી બાજુ ઉપરની તરફ રાખી તેની પર ૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂ સરખી રીતે પાથરી લો.
 4. તેની પર બીજો એક તેલ ચોપડેલો કેળનો પાન ઉંધો મૂકી સારી રીતે હલકા હાથે દબાવી લો.
 5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર આ તૈયાર કરેલી પાનકી મૂકીને કેળાના પાન બન્ને બાજુએથી હલકા બ્રાઉન ધાબા થાય અને પાનકી પાનથી છુટી પડે ત્યાં સુધી શેકી લો.
 6. રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીની પાનકી તૈયાર કરી લો.
 7. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. તવા પર તમે ૨ થી ૩ પાનકી એક સાથે શેકી શકો છો.

Reviews