મકાઇ અને વેજીટેબલની રોટી - Corn and Vegetable Roti

Corn and Vegetable Roti recipe In Gujarati

This recipe has been viewed 2262 times

Corn and Vegetable Roti - Read in English 


આ રોટીમાં પૌષ્ટિક્તા અને સ્વાદનું ખૂબ જ સરસ સંયોજન છે. અહીં મકાઇના લોટમાં વિવિધ પ્રકારની સામગ્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેવી કે ખમણેલી ફૂલકોબી, બટેટા, મેથીની ભાજી અને કોથમીર. આ રોટીને દહીં, અથાણાં અથવા તમારી મનપસંદ સબ્જી સાથે પીરસવી.

મકાઇ અને વેજીટેબલની રોટી - Corn and Vegetable Roti recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૭રોટી. માટે
મને બતાવો રોટી.

ઘટકો
કાર્યવાહી
    Method
  1. મકાઇનો લોટ ચાળણી વડે ચાળી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૭ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા સૂકા મકાઇના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તાજા દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.

Reviews