ક્રૅપ્સ્ - Crêpes, Eggless Sweet Crêpes for Dessert

Crêpes, Eggless Sweet Crêpes for Dessert recipe In Gujarati

This recipe has been viewed 1388 timesક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.

Crêpes, Eggless Sweet Crêpes for Dessert recipe - How to make Crêpes, Eggless Sweet Crêpes for Dessert in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૩ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ક્રૅપ્સ્ માટે
મને બતાવો ક્રૅપ્સ્

ઘટકો
૧/૪ કપ મેંદો
૧/૪ કપ કોર્નફ્લોર
૧/૪ કપ દૂધ
૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧ ટીસ્પૂન પીગળાવેલું માખણ
એક ચપટીભર મીઠું
માખણ , સજાવવા માટે અને રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, દૂધ, સાકર, માખણ, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી વ્હીસ્ક (whisk) વડે તેને મિક્સ કરી લો.
  2. એક ૧૫૦ મી. મી. (૬”)ના ગોળકાર નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં બ્રશ વડે માખણ ચોપડી થોડું ઠંડું કર્યા પછી તેમાં એક મોટો ચમચો ભરી ખીરૂ રેડી એક બાજુએથી નમાવીને ૧૫૦ મી. મી. (૬”)નો ગોળકાર બનાવો.
  3. હવે તેની બન્ને બાજુએ હલ્કા ગુલાબી ધાબા દેખાય ત્યાં સુધી થોડા માખણ વડે શેકી લો.
  4. આ જ રીતે બાકીના ખીરા વડે વધુ ૫ ક્રૅપ્સ્ તૈયાર કરો.
  5. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews