ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ની રેસીપી - Cream Of Tomato Soup, Indian Style

Cream Of Tomato Soup, Indian Style recipe In Gujarati

This recipe has been viewed 2629 timesટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ભારતીય જમણમાં પીરસી શકાય એવું મજેદાર તૈયાર થાય છે.

ટમેટાની પ્યુરી સાથે બાફેલા ટમેટા અને મસાલા મેળવી બનતાં આ સૂપમાં તાજું ક્રીમ તેને વધુ મજેદાર બનાવે છે. તળેલા બ્રેડ ક્રૂટોન્સ્ સાથે આ સૂપ પીરસવાથી તમારી ભૂખ વધુ ઉગડી જશે તેની અમને ખાત્રી છે.

બીજી વિવિધ ટમેટાના સૂપ ની રેસીપી પણ અજમાવો જેમ કે ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ અને ટમેટાનો શોરબા.

ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ની રેસીપી - Cream Of Tomato Soup, Indian Style recipe in Gujarati

તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૪ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૪ કપ ઝીણા સમારેલા પાકા ટમેટા
તમાલપત્ર
આખા કાળા મરી
૧ ૧/૨ ટેબલસ્પૂન માખણ
૧ ટેબલસ્પૂન મેંદો
૧/૪ કપ ટમેટાની પ્યુરી
૨ ટીસ્પૂન સાકર
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ

સજાવવા માટે
૨ ટીસ્પૂન તાજું ક્રીમ

પીરસવા માટે
૧/૪ કપ તળેલા બ્રેડ ક્રૂટોન્સ્
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા સાથે ૧ કપ પાણી ઉમેરી તેમાં તમાલપત્ર અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાંથી તમાલપત્ર કાઢી લો અને મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.
  3. આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવીને ગરણી વડે ગાળી લો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટાનું મિશ્રણ, ૧ કપ પાણી અને ટમેટાની પ્યુરી ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. છેલ્લે તેમાં સાકર, મીઠું, મરી અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. તાજા ક્રીમ વડે સજાવીને બ્રેડ ક્રૂટોન્સ્ સાથે પીરસો.

Reviews