ક્રીમી સ્પીનચ ટોસ્ટ - Creamy Spinach Toast

Creamy Spinach Toast recipe In Gujarati

This recipe has been viewed 2743 times

Creamy Spinach Toast - Read in English 


નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે પણ સાથે-સાથે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કૅલ્શિયમ મળે છે જે દીવસભર માટે પર્યાપ્ત છે.

Creamy Spinach Toast recipe - How to make Creamy Spinach Toast in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બેકિંગનું તાપમાન:  २००° સે (४००° ફે)   બેકિંગનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩૨ ટોસ્ટ માટે
મને બતાવો ટોસ્ટ

ઘટકો
ટોસ્ટ કરેલી ઘઉંના બ્રેડની સ્લાઇસ

પાલકના ટોપિંગ માટે
૩ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન લૉ ફેટ માખણ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
એક ચપટીભર બેકીંગ સોડા
૧ ટેબલસ્પૂન કોર્નફલોર , ૩/૪ કપ લૉ ફેટ દૂધમાં ઓગાળવું
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
૮ ટીસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ
ટોબેસ્કો સૉસ (વૈકલ્પિક)
કાર્યવાહી
પાલકના ટોપિંગ માટે

    પાલકના ટોપિંગ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, કાંદા અને મરચાં ઉમેરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. હવે તેમાં પાલક અને બેકીંગ સોડા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  3. હવે તેમાં કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ થોડું જાડું થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ઠંડું થાય પછી મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. દરેક ટોસ્ટેડ બ્રેડ પર ટોપિંગનો એક ભાગ એકસરખો પાથરી તેની પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૮ થી ૧૦ મિનિટ અથવા કરકરું થઇ જાય ત્યાં સુધી શેકી લો.
  2. દરેક ટોસ્ટને આડા અને ત્રિકોણાકારના ૪ ભાગમાં કાપી તરત જ પીરસો.
Nutrient values એક ટોસ્ટ માટે

ઊર્જા
૨૬ કૅલરી
પ્રોટીન
૧.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૩.૯ ગ્રામ
ચરબી
૦.૪ ગ્રામ
વિટામિન એ
૩૭૩.૦ માઇક્રોગ્રામ
કૅલ્શિયમ
૨૦.૭ મીલીગ્રામ
ફાઇબર
૧.૦ મીલીગ્રામ

Reviews