કાકડીની પચડી - Cucumber Pachadi, South Indian Cucumber Raita

Cucumber Pachadi, South Indian Cucumber Raita recipe In Gujarati

This recipe has been viewed 2027 timesકેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કાકડીનો રાઇતો અહીં દક્ષિણ ભારતીય રીતે એટલે કે સાંતળેલા કાંદા, લીલા મરચાં અને મધુર સુંગધી વઘાર વડે તૈયાર કરવામાં આવ્યો છે. આ દરરોજનો રાઇતો નથી, પણ તેની લહેજતદાર ખુશ્બુ અને બનાવટ તેને ખાસ બનાવે છે. આ દક્ષિણ ભારતીય રાઇતામાં રાંધેલા કાંદા અને અર્ધ-રાંધેલા કાંદા (વઘાર સાથેના) બે અલગ પ્રકારની વિવિધતા અને ખુશ્બુ ઘરાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું છે કે તેમાં દહીંનો ઉમેરો સાંતળેલા શાકમાં ત્યારે જ કરવો જ્યારે શાક સંપૂર્ણ ઠંડું થઇ જાય, નહીં તો દહીંમાંથી પાણી છુટશે અને રાઇતાને મળતો મલાઇદાર રૂપ બગડી જશે.

Cucumber Pachadi, South Indian Cucumber Raita recipe - How to make Cucumber Pachadi, South Indian Cucumber Raita in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
  Method
 1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ ગરમ કરી તેમાં આદૂ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
 2. પછી તેમાં કાકડી, લીલા મરચાં અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 3. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, ઠંડું થવા બાજુ પર રાખો.
 4. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
 5. હવે બાકી રહેલું ૧ ટીસ્પૂન નાળિયેરનું તેલ એક નાના નૉન-સ્ટીકમાં પૅનમાં ગરમ કરી તેમાં રાઇ નાંખો.
 6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા, લાલ મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
 7. આમ તૈયાર થયેલા વઘારને કાકડી-દહીંના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
 8. આ પચડી ને ઠંડી થવા રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક માટે મૂકો.
 9. ઠંડી પીરસો.

Reviews