કાકડી અને સોયાના પૅનકેક - Cucumber Soya Pancake

Cucumber Soya Pancake recipe In Gujarati

This recipe has been viewed 3723 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Cucumber Soya Pancake - Read in English 


રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો એક અભૂતપૂર્વ જોડાણ બને છે.

Cucumber Soya Pancake recipe - How to make Cucumber Soya Pancake in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮પૅનકેક માટે
મને બતાવો પૅનકેક

ઘટકો
૧ કપ જાડી ખમણેલી કાકડી
૧/૨ કપ સોયાનો લોટ
૧/૨ કપ રવો
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં
મીઠું , સ્વાદાનુસાર
૨ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, ૧ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરો અને રેડી શકાય એવું ખીરૂ તૈયાર કરો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
  3. તેના પર ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેરવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પૅનકેક બનાવો.
  4. હવે પૅનકેકને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  5. હવે બાકીની ૭ પૅનકેક, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવી લો.
  6. પૌષ્ટિક લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Nutrient values એક પૅનકેક માટે

ઊર્જા
૬૫ કૅલરી
પ્રોટીન
૩.૧ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૮.૧ ગ્રામ
ચરબી
૨.૩ ગ્રામ
ફાઇબર
૧.૩ ગ્રામ
લોહતત્વ
૦.૭ મીલીગ્રામ
વિટામિન એ
૧૪૯.૯ માઇક્રોગ્રામ

Reviews