દહીંવાળા ભાત - Curd Rice, South Indian Curd Rice Recipe

Curd Rice, South Indian Curd Rice Recipe In Gujarati

This recipe has been viewed 3415 timesદક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત એક જ વાનગી તરીકે પણ પીરસી શકાય છે. ઠંડક આપે એવી ખુશ્બુ અને સ્વાદ તમને જરૂરથી સંતુષ્ટતા અને તાજગીનો અહેસાસ આપશે.

ઘણા લોકો તો આ દહીંવાળા ભાતને એક સારામાં સારી વાનગી ગણી, શાળામાં, પોતાના કામ પર કે પ્રવાસમાં સાથે લઇ જાય છે. બનાવવામાં બહુ સરળ આ આરોગ્યદાયક વાનગીમાં ભાતને દહીં સાથે મિક્સ કરી રાઇ અને લીલા મરચાંના વઘારથી તૈયાર કરવામાં આવ્યા છે. અહીં એક વાતની ધ્યાન રાખવી કે ભાત ઠંડા પડે પછી જ તેમાં દહીં મેળવવું નહીં તો દહીં ફાટીને ફોદું થઇ જશે.

દહીંવાળા ભાત કોઇ પણ મનપસંદ અથાણાં સાથે પીરસી શકો.

દહીંવાળા ભાત - Curd Rice, South Indian Curd Rice Recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ૧/૨ કપ કપ તાજું દહીં
૩ કપ રાંધેલા ભાત
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન અડદની દાળ
કડી પત્તા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં ભાત અને ૨ ટેબલસ્પૂન પાણી ભેગા કરી બટાટા મસળવાના સાધન વડે દબાવીને તેને થોડા છૂંદી લો.
  2. તે પછી તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લીલા મરચાં અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  5. હવે આ વઘારને તૈયાર કરેલા દહીં-ભાતના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી લો.
  6. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  7. તરત જ પીરસો અથવા રેફ્રીજરેટરમાં ૧ કલાક રાખી ઠંડા પીરસો.

Reviews