દહીં, ચણાની સબ્જી - Dahi Chane ki Subzi

Dahi Chane ki Subzi recipe In Gujarati

This recipe has been viewed 1427 times

Dahi Chane ki Subzi - Read in English 


બહુ સારા પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતું દહીં પચવામાં પણ અતિ સરળ છે. કઠોળ સાથે દહીં મેળવવાથી પ્રોટીન અને કેલ્શિયમનું સંયોજન આ વાનગીનો મહત્વનું અંગ ગણી શકાય. ફાઇબર અને લોહ પણ આ વાનગીમાં મહત્વના રહ્યા છે. તમારી કાર્યશક્તિની જરૂરીયાત જ્યારે વરસમાં કેટલાક મહીના અધિક માત્રામાં હોય છે, ત્યારે આ દહીં-ચણાની સબ્જી જરૂરથી તમને જોઇતા પ્રમાણમાં તે પૂરી પાડે એવી છે.

Dahi Chane ki Subzi recipe - How to make Dahi Chane ki Subzi in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ પલાળેલા કાળા ચણા
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન રાઇ
તમાલપત્ર
આખા લાલ કાશ્મીરી મરચાં
ચપટીભર હીંગ
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ કપ દહીં
૩ ટેબલસ્પૂન ચણાનો લોટ
૪ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન તેલ
મીઠું સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, રાઇ, તમાલપત્ર, લાલ મરચાં અને હીંગ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાળા ચણા, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, મરચાં પાવડર, હળદર અને મીઠા સાથે ૨ કપ પાણી ઉમેરી લો.
  3. હવે પ્રેશર કુકરની ૩ સીટી સુધી ચણા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  4. હવે દહીં સાથે ચણાનો લોટ મેળવીને, આ મિશ્રણને રાંધેલા ચણામાં મેળવી લો. ઉભરો આવે તે પછી ૪ થી ૫ મિનિટ ધીમા તાપ પર રાંધી લો. આ મિશ્રણને સતત હલાવતા રહો, જેથી જ્યારે ઉભરો આવવા માંડે ત્યારે દહીં ફાટી ન જાય.
  5. કોથમીર વડે સજાવી તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. આ વાનગીમાં ચણાના બદલે ચોળાનો ઉપયોગ પણ તમે કરી શકો છો.

Reviews