ફરાળી ઢોસા - Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods

Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods In Gujarati

This recipe has been viewed 6176 times
5/5 stars  100% LIKED IT   
4 REVIEWS ALL GOODદક્ષિણ ભારતની વાનગીઓમાં એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આજકાલના લોકો હવે એવી વાનગીઓને તીવ્ર જોસમાં ફરીથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટના કે રવાના ઢોસા બનાવે છે, પણ તેઓ એ ભુલી ગયા છે કે જુવાર-બાજરીના લોટ વડે પણ ઢોસા બનાવી શકાય છે. સામા અને રાજગીરાના લોટના મિશ્રણ વડે બનતા આ ફરાળી ઢોસા બહુ ભપકાદાર બને છે અને તમે તેને ઉપવાસના દીવસે આનંદથી માણી શકશો.

ખટાશવાળી છાસ લોટમાં મેળવવાથી આથો આવવા માટે ફક્ત બે કલાકનો સમય લાગે છે, જેથી તમને આગલા દીવસે તૈયાર કરવાની જરૂર નથી પડતી. આ ફરાળી ઢોસા જો પાતળા બનાવશો અને તરત જ પીરસસો તો તે જરૂર કરકરા અને મજેદાર લાગશે, પણ જો જાડા બનાવીને થોડા સમય પછી પીરસસો તો તેની મજા નહીં આવે.

ફરાળી નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે સાબુદાણા વડા અને સાબુદાણાની ખીચડી પણ ઉપવાસના દીવસેમાં તમે જરૂરથી અજમાવજો.

ફરાળી ઢોસા - Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods in Gujarati

આથો આવવાનો સમય:  ૮ કલાક   તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ ઢોસા માટે
મને બતાવો ઢોસા

ઘટકો
૧/૨ કપ સામો
૧/૨ કપ રાજગીરાનો લોટ
૧/૨ કપ ખાટ્ટી છાસ
૧ ટેબલસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ. રાંધવા માટે

પીરસવા માટે
મગફળી-દહીંની ચટણી
કાર્યવાહી
    Method
  1. સામાને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.
  2. તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  3. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”)ના ગોળ ઢોસા તૈયાર કરો.
  5. ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.
  6. રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૭ ઢોસા તૈયાર કરો.
  7. મગફળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews