અળસીના શકરપારા - Flax Seed Shakarpara, Diabetic Friendly

Flax Seed Shakarpara, Diabetic Friendly recipe In Gujarati

This recipe has been viewed 1183 times



આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લોકો માટે અતિ ઉપયોગી તત્વ છે. છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી. આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્શિયમ અને ઑમેગા-૩ ફેટી એસિડ ધરાવતી અળસીનો ઉપયોગ કરકરા અળસીના શકરપારા બનાવવા કર્યો છે. સાંજના નાસ્તા માટે આ શકરપારા ખૂબ જ મજેદાર લાગશે.

Flax Seed Shakarpara, Diabetic Friendly recipe - How to make Flax Seed Shakarpara, Diabetic Friendly in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૫માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી (લગભગ ૧/૪ કપ) મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. તે પછી કણિકના ૨ સરખા ભાગ પાડી લો.
  3. કણિકનો એક ભાગ ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસના ગોળાકારમાં કોઇપણ લોટનો ઉપયોગ ન કરતાં વણી લો. તેની ચારે બાજુએથી થોડી કાપકૂપ કરીને આડો અવળો ભાગ કાઢી નાંખી પરિપૂર્ણ ચોરસ તૈયાર કરો.
  4. હવે આ ચોરસ પર ફોર્ક (fork) વડે હળવા હાથે કાંપા પાડીને પછી એક ચપ્પુ વડે ૨૫ મી. મી. (૧”)ના ચતુષ્કોણ ટુકડા પાડી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણીકના બીજા ભાગ વડે પણ શકરપારા તૈયાર કરી લો. આમ કુલ મળીને લગભગ ૪૫ શકરપારા તૈયાર થશે.
  6. હવે આ શકરપારાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી શકરપારા બન્ને બાજુએથી હળવા બ્રાઉન અને કરકરા બને તે રીતે વચ્ચે દર ૫ મિનિટે ઉથલાવતા રહી બેક કરી ઠંડા થવા બાજુ પર રાખો.
  7. તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો.

Reviews