ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી - French Beans in Coconut Curry

French Beans in Coconut Curry recipe In Gujarati

This recipe has been viewed 1439 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

French Beans in Coconut Curry - Read in English 


ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી સ્વાદિષ્ટ તો છે જ પણ દેખાવમાં પણ આકર્ષક છે. નાળિયેરની સફેદ ગ્રેવીમાં લીલી ફણસી તરત જ નજરે પડી જાય એવી છે.

આ ગ્રેવીમાં ઉમેરવામાં આવેલી શેકેલી મગફળી ખૂબજ મહત્વની છે કારણકે તે ફણસી સાથે સારી રીતે ભળી જાય છે, તે ઉપરાંત ગ્રેવીને કરકરો અહેસાસ આપે છે.

ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી રોટી સાથે અથવા પરોઠા સાથે પીરસી શકો.

French Beans in Coconut Curry recipe - How to make French Beans in Coconut Curry in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ ફણસી , ત્રાંસી કાપેલી
૨ ટેબલસ્પૂન તેલ
એક ચપટીભર હીંગ
એક ચપટીભર બેકીંગ સોડા
૧ ટીસ્પૂન કોર્નફ્લોર , ૧ કપ નાળિયેરના દૂધમાં ઓગાળેલું
૨ ટેબલસ્પૂન શેકીને હલકો ભુક્કો કરેલી મગફળી
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં હીંગ અને ૩/૪ કપ પાણી મેળવીને એક ઊભરો આવવા દો.
  2. તે પછી તેમાં ફણસી અને બેકીંગ સોડા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા ફણસી બરોબર રંધાઇ જાય ત્યા સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. છેલ્લે તેમાં કોર્નફ્લોર-નાળિયેરના દૂધનું મિશ્રણ, મગફળી, લીલા મરચાં અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી વધુ ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  4. ગરમ ગરમ પીરસો.

Reviews