તાજા ફળોનો રાઇતો ની રેસીપી - Fresh Fruit Raita ( Calcium Rich Recipe )

Fresh Fruit Raita ( Calcium Rich Recipe ) In Gujarati

This recipe has been viewed 1129 timesઆ મીઠા અને સ્વાદિષ્ટ રાઇતામાં દહીં વડે કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે.

એક કપ લૉ-ફેટ દહીં એટલે પુખ્તવય ધરાવનાર વ્યક્તિની કેલ્શિયમની ૨૫% જરૂરત પૂરી થાય, એટલે તમારા રોજના જમણમાં આ રાઇતો જરૂર લેવાની આદત પાડો.

આ રાઇતામાં તમને કેલ્શિયમની સાથે સ્વાદનું સંયોજન પણ જોવા મળશે.

તાજા ફળોનો રાઇતો ની રેસીપી - Fresh Fruit Raita ( Calcium Rich Recipe ) in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મિક્સ કરીને ડ્રેસીંગ તૈયાર કરવા માટે
૧ ૧/૨ કપ લો ફૅટ દહીં , જેરી લીધેલી
૧/૨ કપ લો ફૅટ દૂધ
૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન
૧ ટીસ્પૂન સંચળ
૧/૪ ટીસ્પૂન કાળા મરીનું પાવડર
મીઠું , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી
૧ ૧/૪ કપ સમારેલા સફરજન
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ૧/૪ કપ સમારેલા અનાનસ
૧/૨ કપ દાડમ
કાર્યવાહી
    Method
  1. તાજા ફળોનો રાઇતો ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં સફરજન અને લીંબુનો રસ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં અનાનસ અને દાડમ મેળવીને સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને રેફ્રીજરેટરમાં ઠંડા થવા મૂકો.
  3. તેને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછું એક ક્લાક તો રહેવા દેવું.
  4. પીરસતા પહેલા, તેમાં ડ્રેસિંગ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  5. ઠંડું પીરસો.

હાથવની સલાહ:

    હાથવની સલાહ:
  1. અહીં તાજા દહીંનો વપરાશ કરવો અને ખાત્રી કરી લેવી કે અનાનસ ખાટું ન હોય, જેથી સાકરનો વપરાશ ન કરવો પડે.

Reviews