મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.
અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ પણ થઇ જાય.
આ વાનગી કોઇ પણ રોટી અથવા પૂરી સાથે પીરસી શકો.
તાજી મશરૂમની કરી - Fresh Mushroom Curry recipe in Gujarati
પેસ્ટ માટે- એક ઊંડા વાસણમાં કાંદા અને એક કપ પાણી મેળવી મધ્યમ તાપ પર કાંદા નરમ થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને થોડા ઠંડા થવા માટે બાજુ પર રાખો.
- આ મિશ્રણમાં લસણ, આદૂ અને કાજૂ મેળવી મિક્સરમાં સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એલચી, તમાલપત્ર અને લવિંગ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં બનાવેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગરમ મસાલો, મરચાં પાવડર, આદૂ અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- તાપ થોડું ઓછું કરી, તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં મશરૂમ, કોથમીર, અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.