ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી - Fresh Peach Fizzy Drink

Fresh Peach Fizzy Drink recipe In Gujarati

This recipe has been viewed 76 times

Fresh Peach Fizzy Drink - Read in English 


એક અલગ જ પ્રકારનું આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક, રંગીન અને મોઢામાં પાણી છુંટે એવી સુગંધ ધરાવતું છે.

ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાંમાં પહેલા પીચને સાકર સાથે રાંધી લીધા પછી ઠંડા સ્પ્રાઇટ સાથે મિક્સ કરીને જ્યારે પીરસસો, ત્યારે તેની રંગીનતા અને સુગંધનો અનુભવ તમને ખુશ કરી દેશે.

ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાની મજા તેના રંગની છે જે તમારી આંખોમાં નજરે પડશે અને લાક્ષણિક્તા અને મીઠાશ તમને મોહિત કરી દેશે.

Fresh Peach Fizzy Drink recipe - How to make Fresh Peach Fizzy Drink in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે
૨ કપ પીચની સ્લાઇસ
૧/૪ કપ સાકર
૩ કપ સ્પ્રાઇટ
કાર્યવાહી
ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે

    ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે
  1. ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીચની સ્લાઇસ, સાકર અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી લો.
  3. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં સ્પ્રાઇટ મિક્સ કરી લો.
  4. તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.

Reviews