લસણવાળું રસમ - Garlic Rasam, South Indian Poondu Rasam

Garlic Rasam,  South Indian Poondu Rasam recipe In Gujarati

This recipe has been viewed 926 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્વ ધરાવે છે કે જેમાં લસણના પોષક તત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની, શરીરને તંદુરસ્ત રાખવા ઉપયોગી બને છે. દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની ખુશ્બુ સાથે તંદુરસ્તી જાળવવાનો ફાયદો મેળવો.

બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે રસમ ઇડલી અથવા કાંચીપૂરમ ઇડલી.

Garlic Rasam, South Indian Poondu Rasam recipe - How to make Garlic Rasam, South Indian Poondu Rasam in gujarati

તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મસાલા માટે (૫ થી ૬ ટેબલસ્પૂન જેટલું બનાવવા માટે)
૧/૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૧/૨ ટીસ્પૂન કાળા મરી
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૨ ટીસ્પૂન જીરૂ

બીજી જરૂરી સામગ્રી
૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ
૨૦ લસણની કળી
૩ ટેબલસ્પૂન આમલીનું પલ્પ , ૨ કપ પાણીમાં મેળવેલું
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન રાઇ
આખો લાલ કાશ્મીરી મરચો , ટુકડા કરેલો
કાર્યવાહી
મસાલા માટે

    મસાલા માટે
  1. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મેળવી, ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લીધા પછી બાજુ પર રાખો.
  2. તે ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર તૈયાર કરો.

આગળની રીત

    આગળની રીત
  1. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા લસણ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળી પૅનમાંથી કાઢીને બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં આમલીનું પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી અથવા આમલીની કાચી સુવાસ લુપ્ત થઇ જાય ત્યાં સુધી સાંતળી લો.
  3. હવે તેમાં સાંતળેલું લસણ અને તૈયાર કરેલો મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો.
  4. હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ કાશ્મીરી મરચાં મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. આ વઘારને ઉકળતા રસમ પર રેડી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ એક મિનિટ સુધી રાંધી લો.
  7. ગરમ-ગરમ પીરસો.

Reviews