લસણવાળી મકાઇની રોટી - Garlicky Makai Roti

Garlicky Makai Roti recipe In Gujarati

This recipe has been viewed 1797 times

Garlicky Makai Roti - Read in English 


મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખુશ્બુને કારણે આ મજેદાર અને સ્વાદિષ્ટ લસણવાળી મકાઇની રોટી તમને ખુબજ ગમશે. આ રોટી સાથે કઇ પણ બનાવવાની જરૂર નથી અને માત્ર એક કપ દહીં સાથે પીરસી શકો છો કારણકે રોટી ખાવામાં ભારી હોવાથી પેટ જલ્દી તૃપ્ત થાય છે.

Garlicky Makai Roti recipe - How to make Garlicky Makai Roti in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧ કપ મકાઇનો લોટ
૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું હુંફાળું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ચોખાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews