ઘટ્ટાની કઢી - Gatte ki Kadhi, Marwadi Gatte Ki Kadhi Recipe

Gatte ki Kadhi, Marwadi Gatte Ki Kadhi Recipe In Gujarati

This recipe has been viewed 2994 timesઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે.

આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજેદાર બને છે કે મોઢામાં પાણી છુટી જાય, અને તે ભાત કે પરોઠા સાથે સારૂં સંયોજન બનાવે છે.

Gatte ki Kadhi, Marwadi Gatte Ki Kadhi Recipe recipe - How to make Gatte ki Kadhi, Marwadi Gatte Ki Kadhi Recipe in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૩ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ઘટ્ટા માટે
૩/૪ કપ ચણાનો લોટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન વરિયાળી
૧/૮ ટીસ્પૂન અજમો
૧ ટેબલસ્પૂન દહીં
૨ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

કઢી માટે
૨ કપ દહીં
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન વરિયાળી
૧/૪ ટીસ્પૂન હીંગ
તમાલપત્ર
એલચી
લવિંગ
૪ to ૬ કડી પત્તા
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
મીઠું, સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
  Method
 1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧ ૧/૨ ટેબલસ્પૂન પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરો.
 2. આ કણિકના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૨૦૦ મી. મીં (૮”)નો નળાકાર (cylindrical) રોલ તૈયાર કરો.
 3. આ રોલમાંથી ૧૦ થી ૧૨ સરખા માપના ઘટ્ટા કાપીને બાજુ પર રાખો.
 4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સારા પ્રમાણમાં પાણી ઉકાળી, તેમાં આ ઘટ્ટા મેળવીને ૭ થી ૮ મિનિટ સુધી રાંધી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.

કઢી માટે

  કઢી માટે
 1. એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને જેરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.
 2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં જીરૂ, રાઇ, વરિયાળી, હીંગ, તમાલપત્ર, એલચી, લવિંગ અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હળદર, મરચાં પાવડર અને ધાણા-જીરા પાવડર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 4. પછી તેમાં ૧/૨ કપ પાણી, દહીં-ચણાના લોટનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

આગળની રીત

  આગળની રીત
 1. પીરસતા પહેલા, તૈયાર કરેલા ઘટ્ટા કઢીમાં ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 2. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews