દીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પારંપારિક્તા જાળવીને તેમાં ચરબીના પ્રમાણને ઓછું કરે છે. જો તમને આ વાનગીમાં ઘીનો ઉપયોગ ન કરવો હોય, અને તમને વધુ કોલેસ્ટ્રોલ હોય તો તેમાં ૨ ટીસ્પૂન તેલનો ઉપયાગ કરી શકો છો.
ઘઉંની બીકાનેરી ખીચડી - Gehun ki Bikaneri Khichdi ( Diabetic Recipe) in Gujarati
Method- ઘઉંને ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- પછી પાણીનો ઉપયોગ કર્યા વગર તેને મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- મગની દાળને સાફ કરી ધોઇને એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ, લીલા મરચાં અને હીંગ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં પીસેલા ઘઉં અને મગની દાળ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ૩ ૧/૨ કપ ગરમ પાણી, મીઠું અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૬ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી લો.
- લૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો.
Nutrient values એક માત્રા માટે
ઊર્જા
૧૧૦ કેલરી
પ્રોટીન
૪.૨ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૮.૫ ગ્રામ
ચરબી
૨.૨ ગ્રામ
ફાઇબર
૧.૦ ગ્રામ
લોહતત્વ
૧.૦ મી.ગ્રામ