ગોબી દે પરાઠે - Gobi De Parathe

Gobi De Parathe recipe In Gujarati

This recipe has been viewed 3514 times

Gobi De Parathe - Read in English 


પરાઠાના પૂરણ માટે ફૂલકોબી એક આદર્શ શાક છે. ખમણેલી ફૂલકોબી પરાઠાની સાથે જ જલદી રંધાય જાય છે અને મસાલા સાથે મળી એક સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. પરાઠાના પૂરણમાં સામાન્ય રીતે વપરાતા કોથમીર, લીલા મરચાં અને આદૂ સાથે, ગોબી દે પરાઠેમાં દાડમનો પાવડર પણ વાપરવામાં આવ્યો છે જેનાથી પરાઠા સુગંધિત અને સ્વાદિષ્ટ બને છે.

ગોબી દે પરાઠે - Gobi De Parathe recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો
૧ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , ચોપડવા અને શેકવા માટે

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૧ ૧/૪ કપ ખમણેલી ફૂલકોબી
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન ખમણેલું આદૂ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન દાડમનો પાવડર
કાર્યવાહી
  Method
 1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મિક્સ કરી, જરૂર પુરતું પાણી મેળવી, મસળીને નરમ કણિક તૈયાર કરો.
 2. કણિકના ૮ સરખા ભાગ પાડી, બાજુ પર રાખો.
 3. મિક્સ કરી બનાવેલ પૂરણના ૪ સરખા ભાગ પાડી, બાજુ પર રાખો.
 4. કણિકના દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
 5. પૂરણના એક ભાગને તેની પર એકસરખું પાથરી લો અને હવે તેની પર બીજી રોટી મૂકી તેને કવર કરી દો.
 6. એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેના પર થોડું તેલ ચોપડો.
 7. પરાઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.
 8. રીત ક્રમાંક ૫ થી ૭ પ્રમાણે બાકીના ૩ પરાઠા બનાવી લો.
 9. ગરમ-ગરમ પીરસો.

Reviews