હરીયાળી મઠની ખીચડી - Hariyali Matki Khichdi

Hariyali Matki Khichdi recipe In Gujarati

This recipe has been viewed 2375 times

Hariyali Matki Khichdi - Read in English 


દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંતુષ્ટતા પણ આપશે.

Hariyali Matki Khichdi recipe - How to make Hariyali Matki Khichdi in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય:  રાત્રભર   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ મઠ , આગલી રાત્રે પલાળીને નીતારી લીધેલા
૧/૨ કપ ચોખા , ધોઇને નીતારી લીધેલા
૧ ટેબલસ્પૂન ઘી
એલચી
૪ to ૫ કાળા મરી
લવિંગ
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
તમાલપત્ર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (જરૂરી થોડું પાણી ઉમેરીને)
૧ ૧/૨ કપ સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ખમણેલું નાળિયેર
૨ ટીસ્પૂન સમારેલું લસણ
૧ ટીસ્પૂન જીરૂ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં એલચી, કાળા મરી, લવિંગ, તજ અને તમાલપત્ર ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં તૈયાર કરેલી લીલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ચોખા, મઠ અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  4. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  5. તાજા દહીં સાથે તરત જ પીરસો.

Reviews