હરિયાલી મટર - Hariyali Mutter recipe in Gujarati
Method- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કલોંજી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હીંગ અને તૈયાર કરેલી પેસ્ટ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં દૂધ અને લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૨ ટેબલસ્પૂન પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પનીર મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ફૂલ્કા સાથે તરત જ પીરસો.