હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી - Healthy Vegetable and Sprouts Lunch Salad

Healthy Vegetable and Sprouts Lunch Salad recipe In Gujarati

This recipe has been viewed 1328 times



તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય.

શાકભાજી અને મશરૂમને મીઠા અને મરી વડે હલકા સાંતળવામાં આવ્યા હોવાથી તે કરકરા અને સુગંધી બને છે. આ પૌષ્ટિક સલાડમાં એન્ટીઓક્સિડંટ (antioxidant) અને વિટામીન સી સારા પ્રમાણમાં છે અને આ સલાડ તમારા ઓફીસના જમણમાં લઇ જઇ શકાય એવું છે.

આ સલાડમાં શાકભાજી અને ડ્રેસિંગને અલગ-અલગ ડબ્બામાં લઇ જઇને જમતા પહેલા બન્નેને મિક્સ કરી તેની મજા માણવી. આ સલાડ વ્યાયમ અને હરીફાઇની રમત કરવાવાળા માટે પણ અતિ ઉત્તમ છે. કસરત પછી ખાવાથી તે શક્તિ અને જોમ પૂરનાર છે.

Healthy Vegetable and Sprouts Lunch Salad recipe - How to make Healthy Vegetable and Sprouts Lunch Salad in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ રંગીન સીમલા મરચાંના ટુકડા
૧/૪ કપ સમારેલી પીળી ઝૂકીની
૧/૨ કપ મશરૂમના ટુકડા
૧/૨ કપ લાલ કોળાના ટુકડા
૧ ટીસ્પૂન જેતૂનનું તેલ
મીઠુંઅને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
૧/૨ કપ ફણગાવીને બાફેલા મગ
૧/૨ કપ પલાળીને રાંધેલા આખા મસૂર
૧/૨ કપ સલાડના પાન , ટુકડા કરેલા
૧/૨ કપ નાની પાલક , ટુકડા કરેલી
૨ ટેબલસ્પૂન ભુક્કો કરેલું ફેટા ચીઝ

મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
૧ ટીસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૪ ટીસ્પૂન મધ
૧/૪ ટીસ્પૂન રાઇની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સીમલા મરચાં, ઝૂકીની, મશરૂમ, લાલ કોળું, મીઠું અને મરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લીધા પછી તેને થોડું ઠંડું થવા દો.
  2. જો તમને આ ડ્રેસિંગ ઓફીસમાં લઇ જવું હોય, તો તેને અલગ-અલગ ડબ્બામાં લઇ જવું.
  3. પીરસતા પહેલા તેમાં ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી તરત જ પીરસો.

Reviews