You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે > ડીપ્સ્ / સૉસ > હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી - Homemade Almond Butter, for Weight Loss and Athletes તરલા દલાલ Post A comment 21 May 2018 This recipe has been viewed 1284 times Homemade Almond Butter, for Weight Loss and Athletes - Read in English ખૂબ ચીવટ રાખીને એક અજોડ સુગંધી અને મોઢામાં પાણી છૂટે એવું માખણ ઘરે બનાવવું એટલે એક ખાસ એવો અનુભવ ગણાય જેનું વર્ણન ન કરી શકાય. જ્યારે તમે આલ્મન્ડ બટર બનાવવાનું વિચારો ત્યારે તમે એક ખાસ પ્રકારના સ્વાદની ધારણા કરશો, પણ આ માખણ તો તમે ધારેલી ખુશ્બુથી પણ વધુ સરસ સુવાસ આપે છે, કારણકે તેમાં બદામને પીસવા પહેલાં શેકવામાં આવી છે. તેમાં બહું થોડું નાળિયેરનું તેલ ઉમેરવાથી માખણની પૌષ્ટિક્તા તો વધે છે ઉપરાંત તેની ખુશબોઇમાં પણ વધારો થાય છે. આલ્મન્ડ બટરમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે, તે ઉપરાંત તેમાં મેળવેલું નાળિયેરનું તેલ પૌષ્ટિક ચરબી એટલે મધ્યમ ટ્રાઇગ્લીસેરાઇડ્સ (triglycerides) ધરાવે છે. બજારમાં મળતા નુકશાનકારક તૈયાર બદામના માખણ કરતાં તેને ઘરે બનાવવું અતિ ઉત્તમ છે, કારણકે બજારના માખણમાં સારા પ્રમાણમાં સાકર અને હાઇડ્રોજેનેટેડ વેજીટેબલ ચરબી મેળવેલી હોય છે જે આપણા માટે હાનિકારક છે. આમ પણ કિંમતમાં પણ તે બજારના ભાવથી સસ્તું તૈયાર થાય છે. આ માખણમાં એવું જરૂરી નથી કે તેમાં મોંઘી બદામનો જ ઉપયોગ કરવો, કારણકે અહીં આપણને બદામને પીસવાની જ છે. અહીં તમને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બદામને પીસતી વખતે મિક્સરને થોડી ધીરજથી ધીમે-ધીમે અડધી-અડધી મિનિટે બંધ કરતાં રહેવું નહીં તો મિક્સર જલ્દી ગરમ થઇ જશે. તૈયાર કરેલા બદામના માખણને બરણીમાં ભરીને જો ફ્રીજમાં રાખશો તો ૨૫ દીવસ અને બહાર સામાન્ય તાપમાન પર રાખશો તો તે ૧૫ દીવસ તાજું રહેશે. પણ જો તમે તેને ફ્રીજમાં જ રાખશો તો પછી વાપરો ત્યાં સુધી ફ્રીજમાં જ રાખવું જરૂરી છે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે એક મોટા ચમચા જેટલું માખણ આરોગવું. આ બદામનું માખણ વજનની ફીકર કરવાવાળા માટે પણ ઉત્તમ નાસ્તો છે, કારણકે તેમાં રહેલી યોગ્ય ચરબી તમને વધુ સમય સુધી તૃપ્ત રાખે છે. આવી જ બીજી વાનગી એટલે હોમમેડ પીનટ બટર, હુમુસ વગેરેનો સ્વાદ પણ માણવા જેવો છે. હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી - Homemade Almond Butter, for Weight Loss and Athletes recipe in Gujarati Tags લો કૅલેરી બ્રેકફાસ્ટડીપ્સ્ / સૉસબટર રેસીપીમિક્સરઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપીબાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૧ કપ માટે મને બતાવો કપ ઘટકો ૨ કપ બદામ૧ ટેબલસ્પૂન સેન્દ્રિય નાળિયેરનું તેલ કાર્યવાહી Methodએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં બદામને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી શેકી લો.આ બદામને ઠંડી થવા દો.બદામ ઠંડી થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી કરકરો પાવડર તૈયાર કરો.હવે તેમાં નીળિયેરનું તેલ મેળવી વધુ ૧૦ મિનિટ સુધી મિક્સરમાં ફેરવી લો. આમ કરતી વખતે મિક્સરને દર અડધી-અડધી મિનિટે બંધ-ખોલ કરતાં રહેવું જેથી મિક્સરની મોટર બળી ન જાય.ફરી એકાદેક મિનિટ મિક્સર બંધ રાખી વધુ ૫ મિનિટ એજ રીતે ખોલ-બંધ દરેક અડધી મિનિટે કરતા રહો.ફરી એકાદેક મિનિટ મિક્સર બંધ રાખ્યા બાદ વધુ ૫ મિનિટ એ જ રીતે ખોલ-બંધ કરી માખણ તૈયાર કરો.આમ તૈયાર થયેલા માખણને કાચની બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.