આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી - Iced Coffee Mocha

Iced Coffee Mocha recipe In Gujarati

This recipe has been viewed 509 times

Iced Coffee Mocha - Read in English 


આ તાજગીભરી આઇસ્ડ કોફી મૉકા કોફીમાં પ્રખ્યાત સુગંધી કોફીની સાથે કોકોના મજેદાર મેળવણ વડે તૈયાર થાય છે. ઘણા લોકો આ કોફીમાં બધી વસ્તુઓ એક સાથે મેળવીને તેને તૈયાર કરી લે છે, પણ જો તેની ખરેખર મજેદાર સુવાસ માણવી હોય, તો તમારે કોકો અને દૂધનું મિશ્રણ તથા કોફી અને પાણીનું મિશ્રણ અલગથી તૈયાર કરીને તેને બરફના ટુકડાઓ પર રેડી આ રેસીપી મુજબ બનાવી જોઇએ. જ્યારે તમે આ રીતે કોફી બનાવશો, ત્યારે તમને એક નવો આનંદ અનુભવવા મળશે તેની મને ખાત્રી છે.

Iced Coffee Mocha recipe - How to make Iced Coffee Mocha in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી બનાવવા માટે
૨૦ બરફના ટુકડા
૨ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર
૨ ટેબલસ્પૂન કોકો પાવડર
૩ ટેબલસ્પૂન કેસ્ટર સુગર
૧ ૧/૪ કપ ઠંડું દૂધ
કાર્યવાહી
    Method
  1. આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં કોકો પાવડર, કેસ્ટર સુગર અને ૧/૪ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. બીજા એક બાઉલમાં ૧/૪ કપ ગરમ પાણીમાં કોફી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. પીરસતા પહેલા, એક લાંબા ગ્લાસમાં ૧૦ બરફના ટુકડા મૂકી તેની પર અડધો ભાગ કોકો-દૂધનું મિશ્રણ અને અડધો ભાગ કોફી-પાણીનું મિશ્રણ રેડી સારી રીતે મિક્સ કરી લો.
  5. રીત ક્રમાંક ૪ મુજબ બીજો એક ગ્લાસ તૈયાર કરો.
  6. તરત જ પીરસો.

Reviews