દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. તમને જ્યારે ઘોરી માર્ગ પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ગમે ત્યાં ખાવાથી પણ સહીસલામત ગણાય છે.
ઇડલી - Idli ( How To Make Idli ) recipe in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથીના દાણા સાથે જરૂરી પાણી મેળવી ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે પલાળેલી અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણને મિક્સરમાં ફેરવીને (થોડું થોડું જરૂરી પાણી રેડતા રહી) સુંવાળી અને ફીણદાર પેસ્ટ તૈયાર કર્યા પછી કાઢીને બાજુ પર રાખો.
- એ જ રીતે પલાળેલા ચોખાને મિક્સરમાં ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે અડદની દાળની પેસ્ટ અને ચોખાની પેસ્ટને એક બાઉલમાં મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે રાત્રભર બાજુ પર રાખો.
- જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ ખીરાને એક ચમચા જેટલું લઇને તેલ ચોપડેલા દરેક ઇડલીના મોલ્ડમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી બાફી લો.
- આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ઇડલી તૈયાર કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ ગરમ પીરસો.