ઇડલી ની રેસીપી - Idli

Idli recipe In Gujarati

This recipe has been viewed 3497 times

Idli - Read in English 


રૂ જેવી નરમ અને ચંદ્ર જેવી સફેદ એટલે કે ઇડલી. આ એક એવી વાનગી છે જેની સાથે દરેક દક્ષિણ ભારતીયની બચપણની યાદો જોડાયેલી હશે કે કેવી રીતે તેમની મમ્મી તેમને આ ઇડલી સવારના નાસ્તામાં પ્રેમ અને હેતથી પીરસતી હતી. ખરેખર તો ઇડલીનો આથો તૈયાર કરવાની પધ્ધતિ દક્ષિણ ભારતીય લોકોના ઘરમાં રોજની બાબત છે. પચવામાં સરળ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આ નાસ્તાની વાનગી હવે આખી દુનિયાના લોકો પસંદ કરતા થઇ ગયા છે.

સારી ગુણવત્તાવાળા ઉકડા ચોખા (દુકાનમાં ઇડલીના ચોખા તરીકે મળતા નાના અને જાડા ચોખા) અને અડદની દાળ સુંવાળી ઇડલી બનાવવા માટે જરૂરી વસ્તુ ગણાય છે. ઇડલીના આથામાં પાણીનું પ્રમાણ જ્યારે ખીરૂં તૈયાર કરતા હોઇએ ત્યારે અડદની દાળની ગુણવત્તા પ્રમાણે થોડું-થોડું પાણી ઉમેરતા રહેવું જેથી ખીરૂં નરમ અને સુંવાળું બને.

ઇડલી બનાવી લીધા પછી પણ જો ખીરૂં વધે તો તેને ફ્રીજમાં રાખી મૂકો. તે લગભગ એક અઠવાડિયા સુધી સારું રહેશે અને તેના વડે તમે સાદા ઢોસા, ઉત્તપા અને મનપસંદ અપ્પે બનાવી શકશો.

ઇડલી ની રેસીપી - Idli recipe in Gujarati

આથો આવવાનો સમય:  ૧૨ કલાક   તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૪ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૫૦ ઇડલી માટે
મને બતાવો ઇડલી

ઘટકો

ઇડલી ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ અડદની દાળ
૧ ટેબલસ્પૂન મેથીના દાણા
૨ કપ ઉકડા ચોખા
૩ ટેબલસ્પૂન જાડા પૌવા
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
સાંભર
નાળિયેરની ચટણી
મલગાપડી
કાર્યવાહી
  Method
 1. ઇડલી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે અડદની દાળ અને મેથીના દાણા મેળવીને સારી રીત મિક્સ કરી, બાઉલને ઢાંકીને ૪ કલાક માટે બાજુ પર રાખો.
 2. બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ઉકડા ચોખા અને જાડા પૌવા મેળવીને સારી રીત મિક્સ કરી, બાઉલને ઢાંકીને ૪ કલાક માટે બાજુ પર રાખો.
 3. હવે અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણને ધોઇને નીતારી લીધા પછી મિક્સરમાં લગભગ ૧ કપ પાણી સાથે મિક્સ કરી સુંવાળી પેસ્ટ તૈયાર કરી લીધા પછી પેસ્ટને એક ઊંડા બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.
 4. આ જ પ્રમાણે ઉકડા ચોખા અને પૌવાના મિશ્રણને ધોઇને નીતારી લીધા પછી મિક્સરમાં લગભગ ૧ ૧/૨ કપ પાણી સાથે મિક્સ કરી અર્ધકચરી પેસ્ટ તૈયાર કરી આ પેસ્ટને અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણ સાથે મિક્સ કરી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 5. હવે આ મિશ્રણના બાઉલને ઢાંકીને આથો આવવા માટે હુંફાળી ગરમ જગ્યા પર ૧૨ કલાક સુધી રાખી મૂકો.
 6. આથો આવી ગયા પછી, ખીરાને ફરીથી સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેલ ચોપડેલા ઇડલીના મોલ્ડમાં એક-એક ચમચા જેટલું ખીરૂં દરેક મોલ્ડમાં રેડી લો.
 7. આ મોલ્ડને ઇડલી બાફવાના સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
 8. હવે જ્યારે ઇડલી તૈયાર થઇ જાય ત્યારે તેને સહેજ ઠંડી થવા દો, તે પછી એક ચમાચાને ઠંડા પાણીમાં બોળીને તેને મોલ્ડની કીનારીઓ પર ફેરવી ઇડલીને મોલ્ડમાંથી કાઢીને બાજુ પર રાખો.
 9. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ઇડલી તૈયાર કરી લો.
 10. સાંભાર, નાળિયેરની ચટણી અને મલગાપડી સાથે ગરમ-ગરમ ઇડલી પીરસો.

Reviews