ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) - Instant Mango Pickle ( Achaar Aur Parathe)

Instant Mango Pickle (  Achaar Aur Parathe) recipe In Gujarati

This recipe has been viewed 3570 timesસ્વાદિષ્ટ કેરીનું અથાણું જે મિનિટોમાં તૈયાર થાય છે. કાચી કેરીને પાતળી લાંબી ચીરીઓમાં કાપી લો અથવા થોડી જાડી ખમણી લો. અહીં મેં રાઇનું તેલ વાપર્યું છે પણ તમને ગમે તો તમે રીફાઇન્ડ તેલ પણ વાપરી શકો છો.

ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) - Instant Mango Pickle ( Achaar Aur Parathe) recipe in Gujarati

તૈયારીનો સમય: ૪ મિનિટ   સંગ્રહ કરવાનો સમય:  ૪ દિવસ સુધી   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો
૨ કપ છોલેલી કાચી કેરી , લાંબી ચીરીઓમાં કાપેલી
૧/૨ ટીસ્પૂન હીંગ
૧ ટીસ્પૂન હળદર
૨ ટેબલસ્પૂન શેકલી વરિયાળી
૨ ટેબલસ્પૂન શેકેલું જીરું
૨ ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટેબલસ્પૂન મીઠું
૩ ટેબલસ્પૂન રાઇનું તેલ
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં કેરીની ચીરીઓ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧ કલાક માટે બાજુ પર રાખો.
  2. હવે કેરીને નીતારીને તેમાંથી છૂટેલું પાણી ફેંકી દો.
  3. હવે એક બાઉલમાં કેરીની ચીરીઓ, હીંગ, હળદર, વરિયાળી, જીરું, લાલ મરચાંનો પાવડર અને રાઇનું તેલ મેળવી સારી રીતે ઉછાળીને મિક્સ કરી લો.
  4. તરત જ પીરસો અથવા રેફ્રીજરેટરમાં મૂકી ૪ દિવસની અંદર વાપરી લો.

Reviews