ઘઉંના લોટના વેજીટેબલ ઢોસા ની રેસીપી - Instant Whole Wheat Vegetable Dosa, Atte ka Chila

Instant Whole Wheat Vegetable Dosa, Atte ka Chila recipe In Gujarati

This recipe has been viewed 285 times



સવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ઢોસા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ઢોસા પીરસાઇ જશે.

ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ શાક, લીલા મરચાંની તિખાશ અને કોથમીરની સુગંધી સુવાસ ભળતા તમારા માટે તૈયાર થશે આ ગોલ્ડન ઢોસા જે દરેકને ભાવે એવા સ્વાદિષ્ટ બને છે. સ્વાદિષ્ટ એવા આ ઘઉંના લોટના વેજીટેબલ ઢોસામાં વિવિઘ શાક સાથે સાંભર અને ચટણીની લહેજત માણવા જેવી છે.

અહીં ખાસ યાદ રાખશો કે ઘઉંના લોટના વેજીટેબલ ઢોસા તૈયાર થાય કે તરત જ પીરસવા, નહીં તો થોડા સમયમાં ઘઉંના લોટના વેજીટેબલ ઢોસા ઠંડા પડવાથી રબ્બર જેવા બની જશે.

Instant Whole Wheat Vegetable Dosa, Atte ka Chila recipe - How to make Instant Whole Wheat Vegetable Dosa, Atte ka Chila in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૦ ઢોસા માટે

ઘટકો

ઘઉંના લોટના વેજીટેબલ ઢોસાની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ખમણેલા ગાજર
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
તેલ , ચોપડવા માટે તથા રાંધવા માટે

પીરસવા માટે
ચટણી
સાંભર
કાર્યવાહી
ઘઉંના લોટના વેજીટેબલ ઢોસાની રેસીપી બનાવવા માટે

    ઘઉંના લોટના વેજીટેબલ ઢોસાની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને ૧ ૧/૪ કપ પાણી મેળવી રવઇ વડે સારી રીતે જેરી લો.
  2. તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવીને ચપાટ ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર સહજ થોડું પાણી છાંટી મલમલના કપડા વડે લૂછીને સાફ કરી લો.
  4. તે પછી તેની પર તેલ ચોપડી તૈયાર કરેલું ખીરૂં એક ચમચા જેટલું તેની પર રેડીને ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસના ગોળાકાર રીતે પાથરી લો.
  5. ઢોસાની કીનારીઓ પર થોડું તેલ લગાડી મધ્યમ તાપ પર ઢોસા હલકા બ્રાઉન રંગના બને તે રીતે તેની બન્ને બાજુઓ શેકી લો.
  6. રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૯ ઢોસા તૈયાર કરો.
  7. ચટણી અને સાંભર સાથે ઘઉંના લોટના વેજીટેબલ ઢોસા તરત જ પીરસો.

Reviews