જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી | jackfruit kofta curry recipe in gujarati.
જ્યારે જેકફ્રૂટની મોસમ હોય છે, ત્યારે દરેક જણ ફળ લેવા માટે આવે છે, કાચો જેકફ્રૂટ એક ગામઠી સ્વાદ ધરાવે છે, ને જો યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો તે ઘણી આશ્ચર્યજનક વાનગીઓને જન્મ આપે છે.
જ્યારે ઘણા લોકો કઠાલનો ઉપયોગ કરી શાક બનાવે છે, અમે તમને બીજી પસંદગી આપીએ છીએ - જેકફ્રૂટ કોફતા કરી.
જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી - Jackfruit Kofta Curry, Kathal Kofta Curry recipe in Gujarati
જેકફ્રૂટ કોફતા બનાવવા માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માં પૂરતું પાણી ગરમ કરો. ફણસ અને મીઠું નાંખો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ આંચ પર ૧૬ મિનિટ સુધી અથવા તેઓ નરમ પડવા સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગાળણીનો ઉપયોગ કરીને ગાળી લો.
- ફણસને એક ઊંડા બાઉલમાં નાખો અને બટાટા મશરની મદદથી તેને મેશ કરો.
- તેમાં બેસન, લીલા મરચાની પેસ્ટ, આદુ અને મીઠું નાંખો અને ખૂબ સારી રીતે મિક્સ કરી કણક તૈયાર કરી લો.
- કણકને ૧૪ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગના નાના ગોળાકાર બોલ બનાવો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા કોફતા નાંખીને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને બાજુ પર રાખો.
- તળ્યા પછી કોફતાને નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
આગળની રીત- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા નાખો અને મધ્યમ આંચ પર ૬ મિનિટ માટે સાંતળી લો
- ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા અને હળદર નાખી મધ્યમ આંચ પર ૧ મિનિટ સાંતળી લો.
- ટામેટાં અને મીઠું નાંખો, સારી રીતે મિક્સ દો અને મધ્યમ આંચ પર ૩ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેમાં ૩/૪ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૫ મિનિટ માટે મધ્યમ આંચ પર રાંધી લો અને ચમચાના પાછળના ભાગની મદદથી થોડું મેશ કરો.
- આંચને બધં કરી દો, તેને થોડુંક ઠંડુ કરી, સુવાળુ થવા સુધી મિક્સરમાં પીસી લો.
- હવે વાપરેલા નોન-સ્ટીક પેનમાં મિશ્રણને નાખો, તેમાં ૧/૨ કપ પાણી અને દહીં ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમી આંચ પર સતત હલાવતા ૧ મિનિટ માટે રાંધી લો.
- તૈયાર જેકફ્રૂટ કોફતા અને કોથમીર નાખી, હલકે હાથે મિક્સ કરો, ઢાંકણથી ઢાંકી મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવી ગરમ પીરસો.