મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આવવા એવા આર્કષિત થશે જેમ મધમાખી મધ માટે આર્કષાય છે.
ગોળના પૅનકેક - Jaggery Pancakes recipe in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં ૧ કપ પાણી મેળવી બહુ સારી રીતે મિક્સ કરો કે જેથી તેમાં ગાંગડા ન રહે.
- એક નૉન-સ્ટીક ઉત્તાપાના પૅનમાં થોડું તેલ ચોપડીને તેને ગરમ કરી લો.
- જ્યારે તે બરોબર ગરમ થાય, ત્યારે તેમાં એક ચમચા જેટલું ખીરૂ રેડી સરખી રીતે પાથરી લો.
- તેને થોડા તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ૨ થી ૪ પ્રમાણે બાકી રહેલા ખીરાવડે વધુ પૅનકેક તૈયાર કરો.
- તરત જ પીરસો.