રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે.
આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે.
આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
ઝટપટ રીંગણાની સબ્જી - Jhat-pat Baingan Subzi recipe in Gujarati
Method- રીંગણાની સ્લાઇસને ચાળણીમાં મૂકી તેની પર મીઠું અને હળદર છાંટી તેને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અનેતલ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મરચાં પાવડર, ચણાનો લોટ, સાકર, કાજૂ અને કીસમીસ નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં રીંગણા મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી, મધ્યમ તાપ પર ૧૨ મિનિટ સુધી અથવા રીંગણા બરોબર રંધાઇને નરમ થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.