જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી - Jowar and Moong Dal Khichdi

Jowar and Moong Dal Khichdi recipe In Gujarati

This recipe has been viewed 810 times

Jowar and Moong Dal Khichdi - Read in English 


એક અતિ મજેદાર અને પૌષ્ટિક વાનગી જેમાં જુવાર અને મગની દાળ આ ખીચડીને આશ્ચર્યજનક રીતે સ્વાદિષ્ટ બનાવે છે. તમે આ ખીચડીમાં થોડા મસાલા ઉમેરી શકો છો અને ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો.

આ જુવાર અને મગની દાળની ખીચડીને દહીં, રાઇતા અથવા કઢી સાથે પીરસીને સંપૂર્ણ ભોજનની મજા માણી શકશો.

જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી - Jowar and Moong Dal Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   પલાળવાનો સમય:  રાત્રભર   બનાવવાનો સમય: ૨૪ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ જુવાર
૧/૨ કપ પીળી મગની દાળ , ધોઈને નીતારી લીધેલી
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન જીરૂ
એક ચપટીભર હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
કાર્યવાહી
    Method
  1. જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે,જુવારને સાફ કરીને ધોઈ લીધા પછી એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર અથવા ૧૦ ક્લાક સુધી પલાળી રાખો.
  2. બીજા દીવસે તેને નીતારીને પાણી કાઢી નાંખો.
  3. હવે પ્રેશર કુકરના વાસણમાં જુવાર, મગની દાળ, મીઠું અને ૨૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૭ સીટી સુધી બાફી લો.
  4. કુકરની ઢાંગણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  5. ૫એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો.
  6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  7. આમ તૈયાર થયેલા વધારને ખીચડીમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. તરત જ પીરસો.

Reviews