જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉરિજ સાથે જ્યારે તમે કોઇ ફળ આરોગશો, ત્યારે તમે એટલા સંતુષ્ટ થઇ જશો કે બપોરના જમણના સમય સુધી બીજી કોઇ તબિયતને નુકશાનકારક એવી વસ્તુઓ જેવી કે બિસ્કિટસ્, નટસ્, ચીપ્સ્ વગેરે ખાવાની તમને જરા પણ ઇચ્છા નહીં થાય.