કદ્દૂ કા ભરતા, કોળાનું ભરતું - Kaddu ka Bharta

Kaddu ka Bharta recipe In Gujarati

This recipe has been viewed 371 times

Kaddu ka Bharta - Read in English 


કોળું એક એવું મજેદાર શાક છે, જે એસિડિટી દૂર કરવા માટેની કુદરતી ભેટ છે. ક્ષારતાથી ભરપુર આ શાકની વાનગી એવી સ્વાદિષ્ટ તૈયાર થાય છે, કે તે એસિડિટી ધરાવનારને ખૂગ જ ગમશે અને માફક પણ આવશે. વિચારીપૂર્વક નક્કી કરેલા વિવિધ મસાલા અને કાંદા વડે આ કોળાના ભરતાનો સ્વાદ અને સુવાસ મજેદાર છે જે મેથીની રોટી સાથે માણવા જેવો છે.

Kaddu ka Bharta recipe - How to make Kaddu ka Bharta in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૬ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪servings માટે

ઘટકો

કદ્દૂ કા ભરતા બનાવવા માટે સામગ્રી
૪ કપ સમારેલું લાલ કોળું
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન વરિયાળી
૧ ટીસ્પૂન કલોંજી
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
એક ચપટીભર હીંગ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન આમચૂર

કદ્દૂ કા ભરતા ના સજાવવા માટે
કોથમીરની ડાળખી
કાર્યવાહી
    Method
  1. કદ્દૂ કા ભરતા ની રેસીપી બનાવવા માટે એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, વરિયાળી, કલોંજી અને મેથીના દાણા મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ તથા કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં કોળું, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવી ૧/૨ કપ પાણી સાથે પ્રેશર કુકરની ૨ સીટી સુધી અથવા કોળું બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  4. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  5. છેલ્લે તેમાં આમચૂર મેળવી સારી રીતે મિક્સ કરી, ચમચાના પાછળના ભાગ વડે મિશ્રણને હલકા હાથે છુંદી લીધા પછી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. કોથમીરની ડાળખી વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews