કોપરા પાક | ટોપરાપાક | kopra pak recipe in gujarati.
કોપરા પાક બનાવા માટે ફુલ-ફૈટ દૂધ અને નાળિયેર એક સાથે રાંધવામાં આવે છે, આ મીઠાઇને તીવ્ર સ્વાદ અને કરકરુ પોત આપે છે, જ્યારે એલચી ઉમેરવાથી તે મજેદાર સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. દરેક વયના લોકો માટેનો ઓલટાઇમ પ્રિય, કોપરા પાકને ૫ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે.
કોપરા પાક, ટોપરાપાક - Kopra Pak recipe in Gujarati
કોપરા પાક બનાવવા માટે વિધિ- કોપરા પાક બનાવવા માટે, એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, એલચી ના દણા નાંખો અને મધ્યમ આંચ પર થોડી સેકંડ માટે સાંતળો.
- તાજું ખમણેલું નાળિયેર ઉમેરો અને મધ્યમ આંચ ૭ થી ૮ મિનિટ સુધી સાંતળી લો.
- દૂધ અને સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરી લો અને ૪૫ મિનિટ માટે મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા રાંધી લો અને પૅનની બાજુઓ સાફ કરતા રહો.
- તે પછી મિશ્રણને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)વ્યાસ અને ૨૫ મી. મી. (૧ ”) ઊંચાઈની થાળીમાં નાખીને સપાટ ચમચાની મદદથી સમાનરૂપે પાથરી લો.
- સમારેલા પિસ્તાને પાથરીને સપાટ ચમચા ની મદદથી હલકા હાથે દબાવી લો અને ૧ કલાક માટે સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
- કોપરા પાક બનાવવા માટે ચોરસ ટુકડા કાપી અને પીરસો અથવા હવા-ચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.
હાથવગી સલાહ:- કોપરા પાક હવા-ચુસ્ત કન્ટેનરમાં ઓરડાના તાપમાન પર ૪ થી ૫ દિવસ તાજો રહે છે. વધુ દિવસ સંગ્રહિત કરવા માટે, રેફ્રીજરેટરમાં હવા-ચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.