લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી - Lemon Grass Ice Tea

Lemon Grass Ice Tea recipe In Gujarati

This recipe has been viewed 415 times

Lemon Grass Ice Tea - Read in English 


મજેદાર સુગંધથી છલોછલ આ ચહાનો સ્વાદ જ તાજગીભર્યો છે. લીલી ચહાની પત્તી તો સુગંધદાર છે પણ વધુમાં આ ચહામા મેળવેલી લીંબુની સ્લાઇસ તેને ઉચ્ચતમ ગુણવત્તાવાળી બનાવે છે.

અહીં યાદ રાખવાની ખાસ જરૂરત એ છે કે તેમાં બરફનાં ટુકડા અને લીંબુની સ્લાઇસ ઉમેરતા પહેલાં ચહા સંપૂર્ણ ઠંડી થઇ હોય તેની ખાત્રી કરી લો, જેથી લીંબુનો સ્વાદ કડવો ન લાગે અને ચહાનો આનંદ મસ્ત ઠંડી રીતે માણી શકો. આ લીલી ચહા-પત્તીની ચહા તમને ગરમીના દીવસોમાં તાજગીભર્યો અનુભવ આપશે અને તેની સુગંધ કાયાકલ્પનો અહેસાસ પણ આપશે.

Lemon Grass Ice Tea recipe - How to make Lemon Grass Ice Tea in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૬ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી બનાવવા માટે
૧/૪ કપ સમારેલી લીલી ચહાની પત્તીઓ
૧/૪ કપ સાકર
૨ ટેબલસ્પૂન ચહા પાવડર
લીંબુની સ્લાઇસ
બરફના ટુકડા
કાર્યવાહી
    Method
  1. લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૨ કપ પાણી સાથે સાકર, લીલી ચહાની પત્તીઓ અને ચહા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૬ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  2. તે પછી તેને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળીને સંપૂર્ણ ઠંડી થવા દો.
  3. પીરસતા પહેલા, દરેક ગ્લાસમાં ૪ બરફના ટુકડા અને ૨ લીંબુની સ્લાઇસ મૂકી ઉપર લીલી ચહા પત્તીનું મિશ્રણ રેડી સરખી રીતે હલાવી, તરત જ પીરસો.

Reviews