લીંબુવાળા ભાત - Lemon Rice ( South Indian Recipes )

Lemon Rice ( South Indian Recipes ) In Gujarati

This recipe has been viewed 1856 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODબહુ વધુ મગજમારી વગર બનતાં આ લીંબુવાળા ભાતને દક્ષિણ ભારતની લંચ બોક્સ માટે અતિ અનુકુળ વાનગી ગણવામાં આવે છે કારણકે તે યુવાનોને અને ઉંમરલાયક લોકોને સરખા પ્રમાણમાં ભાવે એવી છે. લીંબુની ખટાશ અને વઘારની ખુશ્બુ આ સાદા ભાતને સ્વાદિષ્ટ બનાવે છે.

બીજી વિવિધ દક્ષિણ ભારતીય ભાતની વાનગી પણ અજમાવો, તે છે દહીંવાળા ભાત અને નાળિયેરના ભાત.

Lemon Rice ( South Indian Recipes ) recipe - How to make Lemon Rice ( South Indian Recipes ) in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૨ ૧/૨ કપ રાંધેલા ભાત
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન અડદની દાળ
૧ ટીસ્પૂન ચણાની દાળ
૫ to ૬ કડી પત્તા
૧/૨ ટીસ્પૂન ખમણેલું આદૂ
આખા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં અડદની દાળ, ચણાની દાળ અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ અને કાશ્મીરી લાલ મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં હળદર અને ભાત મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં લીંબુનો રસ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ-ગરમ પીરસો.

Reviews