રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે. બસ, આ જ કારણે તમે આ લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ કે જેમાં વિટામીન-સી ધરાવતી વસ્તુઓ જેવી કે લીંબુ, કોથમીર, ગાજર અને કોબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો આનંદ માણો. આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક પણ તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે. શરીરમાં રહેલું વિટામીન-સી શરદી અને ખાંસીની પીડામાં પણ રાહતરૂપ રહે છે. તો આનંદ માણો આ મજેદાર ગરમા ગરમ સૂપનું ઠંડીના દીવસોમાં જ્યારે તમને કંઇક તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય.
Lemon and Coriander Soup ( Vitamin C Rich) recipe - How to make Lemon and Coriander Soup ( Vitamin C Rich) in gujarati
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોબી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં બેઝીક વેજીટેબલ સ્ટોક, લીંબુનો રસ, મીઠું અને કોર્નફ્લોરનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.