પૌષ્ટિક કઢી - Low Fat Healthy Gujarati Kadhi

Low Fat Healthy Gujarati Kadhi recipe In Gujarati

This recipe has been viewed 1307 times

Low Fat Healthy Gujarati Kadhi - Read in English 


ભારતીય વાનગીમાં કઢી એક પ્રખ્યાત ડીશ ગણાય છે. દહીં સાથે ચણાનો લોટ અને વિવિધ મસાલા વડે તૈયાર કરેલી આ કઢી સ્વાદના રસિયાઓ માટે બીજા કોઇ પણ ખોરાક સાથે તેની મજા માણશે.

કઢી બનાવવાની દરેક પ્રાંતની પોતાની અલગ અલગ રીત હોય છે જેમ કે રાજસ્થાનની પકોડા કઢી, પંજાબની પકોડા કઢી, ગુજરાતની કઢી, મહારાષ્ટ્રની કોકમ કઢી વગેરે.

આમ પણ કઢીને એક પૌષ્ટિક વાનગીની ગણતરીમાં મૂકી શકાય, કારણ કે તેમાં વિટામીન એ, વિટામીન-ડી, વિટામીન-ઇ અને વિટામીન-કે રહેલા છે. અહીં અમે તેમાં થોડો વધારો કરી ગુજરાતી કઢીની રીત રજૂ કરી છે જે ઓછા કોલેસ્ટ્રોલવાળા અને ડાયાબિટીસવાળાને પણ માફક આવે એવી છે.

અમે આ કઢીમાં લૉ-ફેટ દહીં મેળવી તેમાં ઘી ફક્ત ૧ ટીસ્પૂન જેટલું જ નાંખી લૉ-ફેટ કઢી રજૂ કરી છે જે ઉંમરલાયક લોકો કે જેમને હ્રદયની તકલીફ કે પછી જેમને વજન વધવાની ફીકર રહે છે, તેમના માટે લૉ-ફેટ કે લૉ-કેલરીવાળી બનાવી છે અને આ કઢીમાં સાકર કે ગોળનો ઉપયોગ પણ નથી કરવામાં આવ્યો.

અહીં રજૂ કરેલી રીતે લૉ-ફેટ કઢી બનાવી ડાયાબિટીસવાળાને માફક આવે એવી ખીચડી જેવી કે જુવાર અને વિવિધ શાકની ખીચડી, આરોગ્યદાયક ખીચડી કે પછી ઓટસ્ ની ખીચડી સાથે તેને પીરસીને મજા માણો.

Low Fat Healthy Gujarati Kadhi recipe - How to make Low Fat Healthy Gujarati Kadhi in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૩ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પૌષ્ટિક કઢી માટે
૨ કપ લૉ-ફેટ દહીં
૫ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ટીસ્પૂન ઘી
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન રાઇ
ચપટીભર હીંગ
કડી પત્તા
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર

કઢી સાથે પીરસવા માટે
બ્રાઉન ચોખાની ખીચડી
કાર્યવાહી
    Method
  1. પૌષ્ટિક કઢી બનાવવા માટે પ્રથમ એક ઊંડા બાઉલમાં ચણાના લોટ સાથે દહીં મેળવી સારી રીતે જેરી લો જેથી ગઠોડા ન રહે.
  2. તે પછી તેમાં ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તથા રાઇ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડી પત્તા મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં તૈયાર કરેલું દહીં-ચણાના લોટનું મિશ્રણ, મીઠું, આદૂ-મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  6. તાપને થોડું ધીમું પાડી ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. આ પૌષ્ટિક કઢીને કોથમીર વડે સજાવીને બ્રાઉન ચોખાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews