મકાઇની રોટી - Makai Ki Roti ( Kadhai and Tava Delights)

Makai Ki Roti (  Kadhai and Tava Delights) recipe In Gujarati

This recipe has been viewed 1803 timesમકાઇની રોટીનો કરકરો અહેસાસ તેને અનોખીં બનાવે છે. તમારા જમવાના કે નાસ્તાના મેનુમાં, મકાઇની રોટી હમેશાં એક શક્તિ આપે એવી વાનગી બને છે. વધારે શું જોઇએ. . . તમારે બહુ મહેનત કરીને સાથે પીરસવા બીજી કોઇ વાનગીઓ પણ બનાવવાની જરૂર નથી. તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પીરસો તો એક ભપકાદાર જમણ બને છે.

Makai Ki Roti ( Kadhai and Tava Delights) recipe - How to make Makai Ki Roti ( Kadhai and Tava Delights) in gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧ કપ મકાઇનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , શેકવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં મકાઇનો લોટ અને મીઠું નાંખી, પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરી, મસળીને નરમ કણિક તૈયાર કરો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ચોખાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. ગરમ-ગરમ પીરસો.

Reviews