મૅન્ગો ફાલુદા - Mango Falooda

Mango Falooda recipe In Gujarati

This recipe has been viewed 2809 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Mango Falooda - Read in English 


મૅન્ગો ફાલુદા એક એવી વાનગી છે જે બધાને પસંદ પડે છે, કારણકે તેમાં અનંતકાળથી ફળોનો રાજા ગણાતી કેરી તથા ઉત્તેજના આપતું ફાલુદાનો સંયોજન છે.

ફાલુદા એક એવી અનોખી વાનગી છે જે ડેર્ઝટમાં, નાસ્તામાં કે જમણ પછી ગમે ત્યારે માણી શકાય છે. તેમા ફાલુદાની સેવ, દૂધ, ફળો અને આઇસક્રીમ તેની રચના અને સ્વાદમાં વધારો કરે છે.

આ વાનગીમાં ખાસ કરીને કેરીનો ઉપયોગ અગ્રભાગ ભજવે છે કારણકે અહીં તાજી સમારેલી કેરી સાથે મેન્ગો આઇસક્રીમનું સંયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેરીની ઋતુ હોય ત્યારે આ વાનગી જરૂર બનાવીને આનંદ માણો.

મૅન્ગો ફાલુદા - Mango Falooda recipe in Gujarati

તૈયારીનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૫ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
૨ કપ મોટી સમારેલી કેરી
૧૦ ટેબલસ્પૂન સમારેલી કેરી
સ્કુપ મેન્ગો આઇસક્રીમ
૨ ટેબલસ્પૂન સાકર
૧૦ ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ
૧૦ ટેબલસ્પૂન પલાળેલા તકમરિયાં
૧ ૧/૪ કપ ઠંડું દૂધ
કાર્યવાહી
    Method
  1. મોટી સમારેલી કેરી અને સાકર ભેગા કરી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. પીરસતા પહેલા, એક મોટા ગ્લાસમાં ૧/૪ કપ તૈયાર કરેલું કેરીનું પલ્પ રેડી, તેની ઉપર ૨ ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ ઉમેરો.
  3. તે પછી તેમાં ૨ ટેબલસ્પૂન પલાળેલા તકમરિયાં અને ૧ ટેબલસ્પૂન સમારેલી કેરીના ટુકડા ઉમેરો.
  4. અંતમાં તેમાં ૧/૪ કપ દૂધ, ૧ સ્કુપ મેન્ગો આઇસક્રીમ અને ફરી તેની ઉપર ૧ ટેબલસ્પૂન સમારેલી કેરી ઉમેરો.
  5. રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બીજા ૪ ગ્લાસ તૈયાર કરો.
  6. તરત જ પીરસો.

Reviews