Masala Dal recipe In Gujarati

This recipe has been viewed 2835 times

Masala Dal - Read in English 


સાદી કે પછી તીખી, ગમે તેવી દાળ હોય પણ તે પૌષ્ટિક તો ગણાય છે, પણ આ મસાલા દાળ એટલી મજેદાર છે કે તેના સ્વાદનો તમે પ્રતિકાર જ નહીં કરી શકો. ચાર જાતના કઠોળ ભેગા કરીને બનતી આ દાળમાં કાંદા અને ટમેટાની સાથે કાળજીપૂર્વક પસંદ કરેલા મસાલાનો એકરસ થવું જ આ દાળની વિશિષ્ટતા છે જેને તમે ભાત કે રોટલી સાથે માણી શકશો.

Masala Dal recipe - How to make Masala Dal in gujarati

તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ૧/૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ
૨ ૧/૨ ટેબલસ્પૂન મસૂરની દાળ
૨ ૧/૨ ટેબલસ્પૂન છલટીવાળી અડદની દાળ
૨ ૧/૨ ટેબલસ્પૂન તુવરની દાળ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઘી
૧/૪ કપ ખમણેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડા પાણીની મદદ વડે)
લસણની કળી
૧ ટીસ્પૂન આખા ધાણા
૧/૨ ટીસ્પૂન જીરું
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો
૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો
કાળા મરી
લવિંગ

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
રોટી
કાર્યવાહી
    Method
  1. બધી દાળને સાથે ધોઇને ૧ ૧/૨ પાણી અને મીઠું મેળવી, મિક્સ કરીને પ્રેશર કુકરની ૨ સીટી સુધી બાફી લો.
  2. કુકરનું ઢાકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો.
  3. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. તેમાં ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  6. છેલ્લે તેમાં બાફેલી દાળ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા થોડા સમય પર હલાવતા રહી, ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
  7. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews